જુનાગઢમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છ ઇંચ જેટલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યુ છે. તો કેટલી જગ્યા ઉપર વિનાશ પણ વેર્યો હતો. વિસાવદર – જૂનાગઢનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. વિસાવદર અને બિલખાને જોડતા પુલનુ કામ પુરૂ ન થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વિસાવદર અને ધારી બાયપાસ પણ બંધ થઇ ગયો છે. ત્યારે પુરા ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી છે ક્યાંક વિનાશ પણ જોવા મળી રહ્યો છે.
ક્યાં કેટલો વરસાદ પડ્યોઃ
ઉંમરપાડા 5.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, માંગરોડ 3.5 ઇંચ કેશોદ 3 ઇંચ ડેડિયાપાડા 2.5 ઇંચ સાગબારા 2 ઇંચ વાલિયા 2 ઇંચ નેત્રંગ 1.5 ઇંચ કામરેજ 1.5 ઇંચ સુરત 1.5 ઇંચ ઓલપાડ 1 ઇંચ નાંદોદ 1 ઇંચ હાંસોટ 1 તેમજ પુરા ગુજરાતમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો.