અમદાવાદ સહીત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રૂ. ૧૩ હાજર કરોડ બ્લેક્મની જાહેર કરનાર મહેશ શાહ નામનો વ્યક્તિ મીડિયામાં મહત્વના સમાચારોમાં રહસ્યમય બની રહ્યો છે. આટલું મોટું નાણું ઇન્કમટેક્સ વિભાગમાં જાહેર કર્યા બાદ તેના સીએ ને પણ પોપટ બનાવી ગાયબ થઇ ગયેલા મહેશ શાહને શોધવા તંત્ર ધંધે લાગ્યું છે. અલબત્ત તેના નજીકના સબંધિત ક્ષેત્રોમાં તપાસના અંતે તંત્રને ફૂટી કોડી પણ હાથ નહિ લગતા આ ભાઈ કરોડપતિ છે કે ઉલ્લુ બનાવતા હતા તે અંગે પણ શંકાઓ ઉભી થઇ છે.
કેન્દ્ર સરકારની ઇન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ રૂ. ૧૩ હજાર કરોડની બ્લેકમની જાહેર કરનાર મહેશ શાહ નામના વ્યક્તિએ ૩૦મી નવેમ્બરના અંતિમ દિને પણ ૨૫ ટકા લેખે રૂ. એક હજાર કરોડનો હફતો નહિ ભરતા આખરે આઈટી વિભાગે મહેશ શાહના સીએ અપ્પાજીના ઘર, ઓફિસે દરોડા પાડ્યા હતા. અપ્પાજી અને અમીન એન્ડ કંપની ઉપર દરોડા પાડ્યા બાદ પણ કઈ કડી નહિ મળતા તંત્ર ધંધે લાગી ગયું છે. જોકે સીએના જણાવ્યા પ્રમાણે તેમના ક્લાયન્ટ મહેશ શાહ વિષે વધુ માહિતી નથી તે મુંબઈ રેહતા હોવાનું જાણવા મળ્યું હતું અને ફોન ઉપર કોન્ટેક્ટ થતો હતો પરંતુ હફ્તા ભરવા મુદ્દે માત્ર પોતાને તારીખો આપતા હોવાની વાતો કરતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંક્રાયેલા હોવાનું અનુમાન હોવાનું સીએ એ પત્રકારોને જણાવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી રકમ પાછળનો ખેલ શું હોઈ શકે તે તપાસનો મુદ્દો બન્યો છે. આ રકમ મહેશ શાહની હતી કે કોઈ બીજાની તે અંગે પણ શંકાઓ ઉઠી રહી છે. ત્યારે હાલમાં અચાનક અંદર ગ્રાઉન્ડ થઇ ગયેલા મહેશ શાહને શોધવા તંત્ર કામે લાગ્યું છે. અને મહેશ શાહ સામે આવે તોજ સાચી હકીકતનો પર્દાફાશ થાય તેવું સબંધિતો જણાવી રહ્યા છે.
દરમ્યાન કંપનીના તહેમુલ શેઠના એ પત્રકારોને જણાવ્યું હતું કે રેડ દમ્યાન મહેશ શાહની ઓફીસ માંથી રૂ. ૨૯ હજાર મળ્યા હતા અને ઘરેથી રૂ. ૭,૧૪૦૦૦ રોકડા તેમજ રૂ. ૧૩ લાખની જ્વેલરી મળી હતી. જે કાયદેસર હોવાથી આઈટી એ જપ્ત ન હોતી કરી.