પ્રવાસીઓના આવગમન ઉપર સખત નિયંત્રણ માટે કડક પોલીસ બંધોબસ્ત
વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળ તિથલ દરિયા કિનારો અને વિલ્સન હિલ ખાતે અન્ય જિલ્લા /રાજય બહારથી સહેલાણીઓની ભીડ ઉમટી પડે છે. જેઓ દ્વારા કોવિડ-૧૯ ગાઇડલાઇન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે કોવિડ-૧૯ સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ છે. જે અન્વયે તિથલ બીચ, વિલ્સન હિલ જેવા પ્રવાસન સ્થળો સહેલાણી માટે બંધ કરવાથી અન્ય જિલ્લા અને રાજય બહારથી આવતા લોકો થકી કોરોનાના સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. હાલની પરિસ્થિતિ ધ્યાને રાખી વલસાડ જિલ્લાના તિથલ, મગોદ ડુંગરી, નારગોલ તથા ઉમરગામ દરિયા કિનારે તથા ધરમપુર તાલુકાના વિલ્સનવિલના પ્રવાસે આવનાર પ્રવાસીઓ માટે કોરોના સંક્રમણ વધે નહિ તે માટે આ સ્થળોએ આવા – ગમન ઉપર કડક નિયંત્રણ કરવાનું જરૂરી જણાતા તકેદારીના ભાગરૂપે ચૂસ્ત કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણથી પોતે સલામત અને પોતાનું પરિવાર સલામતને ધ્યાને રાખી કોરોનાના સંકટને નિવારવા
વલસાડ જિલ્લાના પ્રવાસન/ તીર્થ સ્થળો ઉપર કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ કોઈપણ પ્રવાસીઓને સહેલગાહે નહીં આવવા જિલ્લા કલેક્ટર શ્રી આર.આર.રાવલ દ્વારા જાહેર હિતમાં અપીલ કરવામાં આવી છે.