રાજકોટ ઈન્કટેકસ ઈન્વેસ્ટીગ વિંગે થોડા દિવસ પહેલા બિલ્ડર ગ્રુપ ઉપર સર્વે કર્યા બાદ આજે સવારથી અમદાવાદ ઈન્કમટેકસ ઈન્વેસ્ટીગ વિંગ દ્વારા મોટાપાયે રાજકોટમાં આેપરેશન હાથ ધર્યું છે. રાજકોટમાં ટ્રાવેલ્સ ક્ષેત્રમાં ખુબ મોટું નામ ધરાવતા ઈગલ ગ્રુપ અને શ્રીનાથ ટ્રાવેલ્સ ઉપર અમદાવાદ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રાજકોટમાં બિલ્ડર બાદ ટ્રાવેલ્સના સંચાલકોને ત્યાં આવકવેરા વિભાગે તવાઈ હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજકોટમાં આવેલ ઈગલ ગ્રુપ તેમજ કેકેવી હોલ પાસે આવેલ શ્રીનાથ ટ્રાવેલ્સને ત્યાં આવકવેરા વિભાગના અધિકારીઆે તપાસમાં પહાેંચી જતાં કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. આ આેપરેશન અમદાવાદ આવક વેરા વિભાગ દ્વારા હાથ ધરાયું છે. જેમાં રાજકોટના અધિકારીઆે પણ તપાસમાં જોડાયા છે. આજે શરૂ થયેલી તપાસ લાંબી ચાલે તેમ છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી શકયતા છે.