મુબંઇ અને દિલ્હીની જેમ હવે ગુજરાત પણ ગુનાખોરી તરફ આગળ વધી રહ્યું છે અને હવે એવું લાગી રહ્યું છે કે તે ડ્રગ્સના વેપારનું હબ પણ બની રહ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની જપ્તી ઝડપથી વધી રહી છે. અગાઉ કચ્છના મુન્દ્રા બંદરે રૂ.21,000 કરોડનો ડ્રગ્સ ઝડપાયો હતો. ત્યારે ગઈકાલથી દ્વારકામાંથી 17 કિલો ડ્રગ્સ મળી આવ્યો છે જેની તપાસ નાર્કોટિક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મોડી રાત્રે સલાયામાં અલી અને સલીમ નામના બે લોકોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 46 કિલો વધુ માદક દ્રવ્ય મળી આવ્યું હતું. 17 કિલો પહેલા અને 46 કિલો રાત્રે કુલ 63 કિલો અને મોડી રાત્રે 46 કિલોકુલ 63 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો હતો.
મુન્દ્રા પોર્ટ બાદ દ્વારકામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી અને ડ્રગ્સની હેરાફેરી તેમજ ગુનાખોરીમાં વધારો જોવા મળ્યો છે. પોલીસે ગઈકાલે દ્વારકામાં નાર્કોટિક્સ મળી આવતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ પછી અલી અને સલીમ કારાના ઘરની તલાશી લેવામાં આવી હતી. સલીમ અને અલી કારાના ઘરેથી કુલ 46 કિલો માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.પકડાયેલા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
થોડા સમય પહેલા ‘ઉડતા પંજાબ’ નામની એક ફિલ્મ આવી હતી.તે ફિલ્મમાં ડ્રગ્સનો કાળો કારોબાર બતાવવામાં આવ્યું હતું.જેમાં બતાવવામાં આવ્યું હતું કે કઈરીતે પંજાબમાં ડ્રગ્સ આવે છે.તે ફિલ્મના ઢબે હવે ગુજરાતની સ્થતિ પણ તેવી જ જોવા મળી છે.ગુજરાતમાં પણ ડ્રગનો કાળો કારોબાર જોવા મળે છે.દિવસે દિવસે ડ્રગ્સ માફિયાઓમાં વધારો જોવા મળે છે.ઉડતા પંજાબની જેમ હવે ગુજરાત પણ ઉડતા ગુજરાત બન્યું છે.કેમ કે મુન્દ્રા પોર્ટથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો જપ્ત થયા બાદ હવે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા,સલાયા જેવા શહેરોમાં ડ્રગ્સની હેરાફેરી વધતી જોવા મળી રહી છે.