અમદાવાદ: દેશમાં ચકચાર મચાવનાર કોલ સેન્ટર રેકેટના માસ્ટર માઇન્ડ સાગર ઉર્ફે શેગી ઠાકર અને તેની બહેન રીમા ઠાકરની ધરપકડ કરવા માટે થાણે ક્રાઇમ બ્રાંચ ઇન્ટરપોલની મદદ લે તેવી શક્યતા છે. એક હજાર કરોડ કરતાં વધુનું કૌભાંડ આચરનાર સાગર અને રીમા થાણે ક્રાઇમ બ્રાંચની ધરપકડથી બચવા માટે વિદેશમાં ફરાર થઇ ગયાં છે તો બીજી તરફ એફબીઆઇ (ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેિસ્ટગેશન)એ પણ સાગર અને રીમા કયા દેશમાં છુપાયાં છે તે શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. થાણે ક્રાઇમ બ્રાંચે સાગર-રીમા વિરુદ્ધમાં લુકઆઉટ નોિટસ જારી કરી દીધી છે.
અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસેના એક બિલ્ડિંગથી વિદેશીઓની ઠગાઇ કરીને કરોડો રૂપિયાની કમાણી શરૂ કરનાર સાગર અને તેની બહેન રીમા ઠાકર થાણે ક્રાઇમ બ્રાંચની ધરપકડથી બચવા માટે દુબઇ પછી અન્ય કોઇ દેશમાં ફરાર થઇ ગયાં હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે કે સાગર અને રીમા કયા દેશમાં છુપાયાં છે તે શોધવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ તો તેમના વિરુદ્ધમાં લુકઆઉટ નોિટસ ઇશ્યૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ અમેરિકાની ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેિસ્ટગેશન પણ તેમને શોધી રહી છે.
4 વર્ષમાં વિદેશીઓની ઠગાઇ કરતાં સાગર અને તેની બહેન રીમા એક હજાર કરોડ રૂપિયાનાં આસામી બની ગયાં છે. થાણે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે કે સાગર સિવાય રાહુલ ડોગરા સહિત અન્ય કોલ સેન્ટરના સંચાલકો વિદેશમાં ફરાર થઇ ગયા છે. તાજેતરમાં પકડાયેલા અખિલેશસિંગની પૂછપરછમાં સાગર અને રીમા કયા દેશમાં છુપાયાં છે તે હકીકત સામે આવે તેવી શક્યતાઓ છે.