સુરત : લીંબાયત વિસ્તારમાંથી રઝળતી હાલતમાં આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે….સ્થાનિક આગેવાન દ્વારા આ ઘટનાની જાણ મીડિયાને કરાતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો…..જ્યા મીડિયાની ટિમ ઘટના સ્થળે પોહચી હતી,જેને લઈ નજીકમાં આવેલ પોસ્ટ ઓફિસના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આધાર કાર્ડનો જથ્થો લઈ પોસ્ટ ઓફિસ પોહચી ગયા હતા.
સ્થાનિક આગેવાન ગોપાલભાઈએ જણાવ્યું હતું કે લીંબાયત વિસ્તારમાં આવેલ પોસ્ટ – ઓફિસના લગોલગ આ આધારકાર્ડ નો જથ્થો મળી આવ્યો હતો….ભાજપ સરકાર મોટા બંગા ફુકે છે ,ત્યારે તંત્રની લાલિયાવાદીના કારણે લોકોને આધાર કાર્ડ સુધા નથી મળી રહ્યા …જેનો આ ઉત્તમ ઉડાહરણ છે…..મળી આવેલ આધાર કાર્ડના જથ્થા બાદ પોસ્ટ ઓફિસના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તમામ જથ્થો ઊંચકી લઈ ગયા હતા….જો કે પોસ્ટ ઓફિસના પોસ્ટ મેંન દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની શંકા પણ અધિકારીએ સેવી છે….ત્યારે તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી છે.