ગુજરાતના તમામ બાર એસોસીએસનોની ચૂંટણી રરમી ડીસેમ્બર ર૦૧૭ના રોજ યોજાશે તેમ બાર કાઉન્સીલની યાદીમાં જણાવાયું છે.સૌ પ્રથમવાર ગુજરાતમાં ધારાશાસ્ત્રીઓના રપ૦ ઉપરાંતના બાર એસોસીએશનોની ચૂંટણી એક સાથે તા. ૧પ ડીસેમ્બરના રોજ રાખવામાં આવેલ જેમાં ગુજરાતના પ૦,૦૦૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓ સૌપ્રથમવાર વન બાર વન વોટના નિયમોનુસાર મતદાન કરવાના હતાં. એટલે કે દરેક ધારાશાસ્ત્રી કોઇપણ એક જ એસોસીએશનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતાં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ ૯મી ડીસેમ્બર અને તારીખ ૧૪મી ડીસેમ્બરના રોજ ગુજરાત રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં યોજવાનું નક્કી કરતા ગુજરાતમાં જુદા જુદા પક્ષની સાથે સંકળાયેલ ધારાશાસ્ત્રી મિત્રોના હિત અને પક્ષની ચૂંટણી લક્ષી કામગીરી કરવામાં સરળતા રહે અને કોઇપણ ઉમેદવારને એસોસીએશનની ચૂંટણીમાં ઉમેદવારી કરવામાં અને પ્રચાર કરવા માટે પુરતી તક મળે તે તમામ સંજોગોને લક્ષમાં રાખીને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલ સામાન્ય સભામાં માત્ર આ વર્ષ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લક્ષમાં રાખી દરેક બાર એસોસીએશનોની ચૂંટણી હવે પછી તારીખ ૧પમી ડીસેમ્બર ર૦૧૭ને બદલે તારીખ રરમી ડીસેમ્બર ર૦૧૭ના રોજ તમામ બાર એસોસીએશનોની ચૂંટણી કરવાનું નકકી કરેલ છે. તમામ બાર એસોસીએશનને તારીખ ૧૦મી નવેમ્બર ર૦૧૭ સુધી પોતાના એસોસીએશનની મતદાર યાદી અને ચૂંટણીનો કાર્યક્રમ મોકલી આપવાનું જણાવાયું છે.
આપને જણાવી દઈએ કે રાજકોટ બાર એસો.ની ગયા વર્ષની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. ત્યારે રાજકોટ બાર એસો.ની ચૂંટણી થઇ શકશે કે કેમ તે અંગે વકીલોમાં ભારે ચર્ચા થઇ રહી છે.