અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે શહેરમાં દિવસને -દિવસે ગુનાખોરીના પ્રમાણ ડામવા એકશનમોડમાં જોવા મળી રહી છે.શહેરમાં ચાલતી વિવિધ ગેરકાયદેસર પ્રવૃતિ સામે લાલઆંખ કરી આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવ ચલાવામાં આવી રહી છે.
વધુ એક દેશ વિરોધી પ્રવૃતિ અચારનાર અનેઅર્થતંત્ર સાથે ચેડા કરનાર તત્વો સામે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે સપાટો બોલાવ્યો છે ક્રાઇમબ્રાન્ચે દ્ઘારા પકડાયેલી ચલણી નોટોને લઇ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના ACP DP ચુડાસમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચેને બાતમી મળી હતી કે અમદાવાદમાં જુદા-જુદા વિસ્તારોમાં ભારતીય નકલી ચલણી નોટો ફરતી થઇ છે. જે આરોપી પોતાનો નેટવર્ક ઉભો કરી આ રેકેટ ચલાવી રહ્યો છે. ક્રાઇમબ્રાન્ચ ખનાગીબાતમી મળી હતી કે નકલી નોટો સાથે એક શખ્સ સોલા વિસ્તારમાં ફરી રહ્યો છે. જેના અધારે ક્રાઇમબ્રાન્ચે વોચ ગોઠવી આરોપી દિપક ભીમાભાઇ ને ઝડપી પાડ્યો હતો તેની તપાસ કરતા 2 હજારના દરની 56 જેટલી ભારતીય ચલણી નકલી નોટો મળી આવી હતી જે અંગે આરોપી પાસેથી પૂછપરછ કરતા પાકિસ્તના બોર્ડર પરથી આંગડિયા પેઢી દ્ગારા પૌસા મોકલાતા હોવાના ખુલાસો થયો છે. અને આ નોટો 5 મહિનાથી બજાર ફરતી થઇ હોવાના પણ ચોકાવાનારી વિગતો સામે આવી રહી છે. આ અંગે ACP DP ચુડાસમાએ વધુમાં જણાવ્યુ હતુ કે 1 લાખ 96 હજારની ચલણી નોટો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી છે. હજુ પણ મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દુર છે જેને પકડવા ક્રાઇમબ્રાન્ચની 6થી 7 ટીમો કામે લાગી છે. આ નોટો કયાથી આવતી તે અંગે પોલીસ અધિકારી જણાવ્યુ હત કે પાકિસ્તાના ખાતેથી આંગડિયા પેઢીના મારફતે કુરિયરની આડમાં ભારતમાં મોકલવામાં આવતી હતી