છોટાઉદેપુરઃ નાની નાની બાબતોમાં પારિવારીક ઝઘડા થવા સામાન્ય બની ગયા છે. પરંતુ ક્યારેક આવી સામાન્ય બાબતો ગંભીર સ્વરૂપ ધારણ કરતી હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોના ખૂનની ઘટના બની છે. અહીં ભીત્રીજાએ કાકા-કાકીને મોતને ઘાટ ઉતાર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પાસે આવેલા દડી ગામે ડબલ મર્ડરની ઘટના થતા હાહાકાર મચી ગયો છે. અહીંયા સંબંધોની હત્યાની ઘટના સામે આવી છે અને પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્યાં એક ભત્રીજાએ પોતાના જ કાકા-કાકીને તીક્ષ્ણ હથિયારોના ઊપકાછાપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા છે.
બનાવની વિગત એવી છે કે છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ મથકમાં ડબલ મર્ડરની એક ઘટના સામે આવી છે. આ કેસની વિગતો મુજબ દડી ગામે જમીનની જૂની અદાવતમાં રાઠવા પરિવારમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં ભત્રીજો જ ખૂની બન્યો અને તેણે પોતાના કાકા-કાકીનું ખૂન કર્યુ છે. ગઈકાલે રાત્રે આ ભત્રીજાએ પોતાના કાકા-કાકીના ઘરે જઈ અને તેમના પર હુમલો કરી દીધો હતો.
ખૂની ખેલ ખેલનારા ભત્રીજાઓને પોલીસે રાઉન્ડ કરી લીધા હોવાના અહેવાલ છે. મોહન રાઠવા ઉં.વ 50 અને તેમના પત્ની સ્મૃતિબેન રાઠવાનું તેમના જ ભત્રીજાઓએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી અને ખૂન કર્યુ છે. રંગપુર પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે અને વઘુ સત્ય તો તપાસ બાદ પોલીસ જાહેર કરે તેવી શક્યતા છે પરંતુ હાલમાં પ્રાપ્ત વિગતો મુજબ આ ખૂની ખેલ જમીનની અદાવતમાં ખેલાયો છે.
ગત ચોથી એપ્રિલના રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભત્રીજાએ સામાન્ય બાબતે પોતાના કાકા કાકીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. સંભાલી ગામમાં બનેલી ઘટનામાં પોલીસે હત્યારા ભત્રીજાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી હતી.
કાકા કાકી ઘેર એકલા જ હતા દરમિયાન ભત્રીજાએ કાકાએ કામ કાજ કરવા અંગે આપેલા ઠપકા મુદ્દે આવેશમાં આવી આશ્રય આપનારા કાકા કાકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જ્યાં રાત્રે એક જ ખાટલા પર ઉંઘી ગયેલા કાકા-કાકીને ભત્રીજાએ કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હતા.