રાજ્યમાં વિધાનસભાના ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે એક બાદ એક રાજ્કીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસ સ્થિતિ દિવસને -દિવસે એક સાંધે તેર તૂટે તે પ્રકારની છે તે વચ્ચે વેન્ટિલેટર પર રહેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલહગાંધી ગુજરાતની પ્રવાસે આવી ચુક્યા છે જેઓ તેઓ સૌ પ્રથમ 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જયાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ તેમનુ ઉષ્માભેર સ્વાગત કર્યુ ત્યાર બાદ અમદાવાદ રિવરફન્ટ્ર ખાતે સર્કિટ હાઉસ ખાતે અડધો કલાક ગુજરાતના નેતાઓ સાથે વાતચીત કરી હતી આગામી વિધાનસભાની ચૂંટણી અંગે રણનિતી ઘડી હતી ત્યાર બાદ ત્યાથી સીધા રિવરફન્ટ્ર ખાતે બુથ યોદ્રા મહસંમેલનમાં પહોંચ્યા હતા
જેઓ તેઓ બુથ કાર્યકરોને સંબોધશે અને આગામી ચૂંટણી અંગે કયા મુદ્દાઓને લઇ પ્રજાને વચ્ચે જવું છે તે અંગે માર્ગદર્શન પુરું પાડશે આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પરિવર્તન મહાસંમેલન સભા મોટી સંખ્યામાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી, નેતાઓ હોદ્દેદારો, કાર્યકરોનો મનાવ મહેરામણ ઉમટી પડ્યો હતો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિપક્ષનેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રભારી રઘુશર્માએ રાહુલગાંધીને સૂતરની આંટી અને સાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતુ