East Kutch: લાકડીયા સામખિયાળી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત માં બાઈક સાથે ટકરાયા બાદ ટ્રેકટર પલટી મારી ગયું હતું.
ભચાઉમાં આજે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
ભચાઉના લાકડીયા-સામખિયાળી વચ્ચે રાયમલબાપની મઢી નજીક ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
ટ્રેલરની ટક્કર લાગતા ટ્રોલી સાથે ટ્રેક્ટર આખુ પલટી ગયું હતું.
સ્થાનિકો અને હાઇવે ની ટીમે ઘાયલો ને હોસ્પિટલ પહોચાડ્યા પરંતુ બે ઈજાગ્રસ્તો ના જીવ ના બચાવી શકાયા.
અકસ્માતમાં ટ્રોલીમાં સવાર એક જ ગામના ત્રણ લોકોના મોત થયા છે જયારે ટ્રેક્ટર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે લાકડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.