ગુજરાતમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. સરકાર લોકોને કોરોના વાઈરસ થી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ઉપયોગીતા સમજાવી રહી છે. અને હવે તો ખુદ ગુજરાતના નાથ એવા મુખ્યમંત્રી પણ માસ્ક સાથે નજરે પડી રહ્યા છે. ત્યાં ભાજપના જ એક નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. હાલ કોરોનાને લઈને સામાજિક મેળવવા જેવા પ્રસંગો પર પ્રતીબંધ છે. ત્યરે અલ્પેશ ઠાકોર વગર માસ્કએ બનાસકાંઠા માં મેળાવડા કરતાં જોવા મળ્યા હતા. પોતે તો નિયમોનો ભંગ કર્યો જ હતો સાથે લોકો પાસે પણ નિયમોનો ભંગ કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બનાસકાંઠાના પાલનપુરના ભટામલ ગામ તેમજ અમીરગઢના ગામો અને વડગામના અનેક ગામોમાં આ ભાજપના નેતા અલ્પેશ ઠાકોર કાર્યકર્તાઓને મળ્યા હતા. અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પરંતુ કોઈએ પણ માસ્ક પહેરવાની તસ્દી લીધી નાં હતી.
આ તમામ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ સમયે સામાજીક મેળાવડા પર પ્રતિબંધ હોવા છતાં થયા મેળાવડા છે. સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોર સામે કલેકટર ના જાહેરનામા નો ભંગ અને ડિઝાસ્ટર એપેડમિક એકટ મુજબ ગુનો દાખલ કરવા માંગ ઉઠવા પામી છે તો હવે જોવાનું એ રહ્યું કે ભાજપ ના નેતા ને પોલીસ કાયદા નું ભાન કરાવશે કે નહીં.