18 માર્ચ 2020ના દિવસે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગે આપેલી વિગતો
- રાજ્યના સમતોલ અને સમાવેશ વિકાસને સ્પર્શતા ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટ, ક્લીન એનર્જી સહિતના સેકટર્સ માટે સરકારી જમીન ફાળવેલ છે.
ક્રમ | પ્રોજેક્ટ | જમીન |
1. | રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ | 103.3 લાખ ચો.મી. |
2. | ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ | 8.09 લાખ ચો.મી. |
3. | ડીસેલીનેશન પ્લાન્ટ | 9.23 લાખ ચો.મી. |
4. | વડોદરા રેલ્વે યુનિવર્સિટી | 3.13 લાખ ચો.મી. |
5. | આવાસ યોજનાઓ માટે | 4.26 લાખ ચો.મી. |
6. | નેશનલ મેરીટાઈમ હેરીટેઝ કોમ્પ્લેક્ષ-લોથલ | 15.12 લાખ ચો.મી. |
7. | ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ્સ | 80.93 હજાર ચો.મી. |
આમ 40 લાખ ચોરસ મીટર જમીન રાજ્ય સરકારે એક વર્ષમાં 7 સંસ્થાઓને સરકારી જમીન આપી છે. જે 4 કિલોમીટર જમીન થાય છે.
રી–સર્વે
- રી-સર્વેની કામગીરીના ભાગરૂપે 18000થી વધુ ગામોના 1 કરોડ 20 લાખથી પણ વધારે સર્વે નંબરોના પ્રથમ તબક્કાની રી-સર્વેની કામગીરી કરવામાં આવેલ છે.
- જે પૈકી 16 હજાર જેટલા ગામોના રેકર્ડ આખરી કરવાની તથા 12 હજાર જેટલા ગામોમાં પ્રમોલગેશન કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
- રી-સર્વેની કામગીરી જે તે ખાતેદારની હાજરીમાં કરવામાં આવે છે અને વાંધાના નિકાલ બાદ જ નવું રેકર્ડ તૈયાર કરવામાં આવે છે.
- ગુજરાતની રી-સર્વેની કામગીરી અન્ય રાજ્ય માટે દાખલા રૂપ છે. 13 જેટલા રાજ્યોની ટીમે ગુજરાતની રી-સર્વેની કામગીરીનો અભ્યાસ કરવા મુલાકાત લીધી છે.
- હાલના કબજેદારને ખેતરનો નકશો બાંધમાપ સહિત ગામ નમૂના નં.7/12ના ઉતારામાં મળશે. 7/12ના ઉતારામાં જમીનના આકારનું ચિત્ર પણ આવે છે.
- જમીન મહેસૂલ વહીવટની પધ્ધતિમાં 16મી સદીમાં ટોડરમલે પધ્ધતિસરના સુધારા કર્યા.
- સને 1913માં ઈન્ડિયન સિવીલ સર્વિસના અધિકારી એન્ડરસને નવેસરથી મહેસૂલી હિસાબ નિયમ સંગ્રહ તૈયાર કર્યો.
- જેમાં, ગામના 18 નમૂના, તાલુકાના 23 નમૂના અને જિલ્લાના 7 નમૂના તૈયાર કરવામાં આવ્યાં.
- હાલમાં પણ એજ નમૂના જેવા કે ગામ નમૂના નં. 6, 7/12, 8-અ આટલા વર્ષો બાદ પણ સુધારા સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.