ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદ એક્સપ્રેસ હાઈવે પર રવિવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે હાઇવે પર પાર્ક કરેલી ટ્રકની પાછળ કાર અચાનક ધડાકાભેર અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ એક્સપ્રેસ હાઈવે પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ખંભોળાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદ એક્સપ્રેસ હાઈવે પર થયો હતો. હાઇવે પર પાર્ક કરેલી ટ્રકની પાછળ કાર અથડાતાં મોટો અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.