અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો વધતો જાય છે ત્યારે આગામી દિવસોમાં લોકોને વધારે શેકાવા માટે તૈયાર રહેવું પડશે. આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં ધરખમ વધારો થવાની આગામી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવનારા 5 દિવસ સુધી ગરમીમાં વધારો થઈ શકે છે.આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ , પોરબંદર અને રાજકોટમાં આગામી 48 કલાક દરમ્યાન હિટવેવની આગાહી છે સૌરાષ્ટ્ર-કચ્છની સાથે રાજ્યના અન્ય જિલ્લામાં પણ વધશે ગરમીનો પારો વધશે.
ઉલ્લેખનીય છે કે હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે તેના પરથી વરસાદનો અંદાજ લગાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવી છે. અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે 98 ટકા વરસાદ પડવાની સાથે સાથે તેઓએ એવી પણ આગાહી કરી છે કે વરસાદ સામાન્ય રહેશે પરંતુ બે વરસાદ વચ્ચે થોડો વધારે સમય રહેવાની સંભાવનાથી ખેડૂતોએ વચ્ચેના સમયમાં સિંચાઈ પર નિર્ભર રહેવું પડશે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં મ મહિનામાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી આગાહી વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલના વરતારા પ્રમાણે પશ્ચિમનો પવન હોવાથી ગુજરાત માટે એકંદરે આ વર્ષ સારું રહેશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં હવામાનની વિષમ સ્થિતિ રહેશે, જેનાથી 2020ની સરમાણીમાં 2021માં વરસાદ ઓછો વરસાદ પડી શકે છે.
આ વર્ષે 98 ટકા વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ઉત્તર-પશ્ચિમના ભાગોમાં વરસાદની અનિયમિતતા રહી શકે છે. એટલે કે એક વરસાદ અને અને બીજા વરસાદ વચ્ચે ગાળો વધારે રહી શકે છે. આથી આ વચ્ચેના ગાળામાં ખેજૂતોએ સિંચાઈ પર નિર્ભર રહેવું પડશે.