નરોડા : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. નરોડાથી ભાજપના ધારાસભ્ય બલરામ થવાનીનો કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ધારાસભ્ય બલરામ થવાની સતત જાહેરમાં જોવા મળ્યા હતા. આવી બધી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવી છે, જેમાં તે ગરીબોને ભોજન આપવાની સાથે માસ્ક પણ આપતા જોવા મળી રહ્યા છે.
બલરામ થવાનીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરેન્ટીન કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.