ચેકોસ્લોવેકિયાના હોડોનિન ખાતે રમાતી 2018 ચેક જુનિયર અને કેડેટ ઓપન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની આ જોડીએ સિલ્વર મેડલ જીત્યો હતો.
ફાઇનલમાં માનવ અને માનુષનો ચીનની ડબલ્સની ટીમ ક્ષુ યિનંગબિન અને યૂ હેઈ સામે 12-14 8-11 11-9 11-13થી પરાજય થયો હતો. હજી ગયા મહિને જ વર્લ્ડ જુનિયર બોયઝમાં માનવ મોખરાના ક્રમે પહોંચનારો પ્રથમ ગુજરાતી ખેલાડી બન્યો હતો.
અગાઉ ટુર્નામેન્ટના ડ્રોમાં છેલ્લેથી બીજા રાઉન્ડમાં માનુષ ઉત્પલભાઈ શાહ અને માનવ વિકાસ ઠક્કરે ઇજિપ્તના યુસૂફ અબદેલ-અઝીઝ અને ઇટાલીના કાર્લો રોઝીની ત્રીજા ક્રમની જોડીને 13-11 11-8 11-7થી હરાવીને તેમના અભિયાનનો અંત આણ્યો હતો.
ચીની જોડી સામે માનવ અને માનુષ માટે કપરા ચઢાણ હતા પરંતુ સેમિફાઇનલમાં ત્રીજા ક્રમની યુસુફ-કાર્લોની જોડી સામેનો તેમનો અપસેટ સર્જનારો વિજય પ્રશંસનીય રહ્યો હતો.
વર્લ્ડ સરકિટમાં ગુજરાતે મજબૂત જોડી આપી છે. અત્રે એ યાદ કરાવવું ઉલ્લેખનીય છે કે માનવ અને માનુષે 2017 આઇટીટીએફ વર્લ્ડ જુનિયર સરકિટ ઇન્ડિયા જુનિયર અને કેડેટ ઓપનમાં ભારત-એ ટીમના ગોલ્ડ મેડલ વિજેતા પ્રદર્શનમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે 2017 સ્લોવેનિયા ઓપન અને કેડેટ ઓપનમાં ઓટોસેક ખાતે ડબલ ટાઇટલ જીત્યા હતા.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ વિપુલ મિત્રા (આઇએએસ)એ સિલ્વર મેડલ જીતવા બદલ બંને ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા.
માનવ અને માનુષના પરિણામો આ મુજબ રહ્યા હતા.
પ્રથમ રાઉન્ડ : જીત્યા વિરુદ્ધ ડ્રેગોસ ફ્લોરિન/ઝામ્ફિર મિહાઈ (રોમાનિયા) 11-8 11-4 11-7.
પ્રિ ક્વાર્ટર ફાઇનલ : ગિરોડ ડોરિયન/ઓસિરો પેડ્રો (સ્વિડન)11-4 14-12 11-5.
ક્વાર્ટર ફાઇનલ : જીત્યા વિરુદ્ધ ડી નોડરેસ્ટ લીો/રોલેન્ડ જુલેસ (ફ્રાન્સ) 7-11 6-11 11-7 11-7 11-7.
સેમિફાઇનલ : જીત્યા વિરુદ્ધ યુસુફ અબદેલ અઝીઝ/કાર્લો રોઝી (ઇજિપ્ત/ઇટાલી)11-8 11-6 11-6
સામેલ ફોટો મા : માનવ ઠક્કર અને મનુશ શાહ