અમેરિકામાં વધુ એક ગુજરાતી વેપારીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ન્યુયોર્કમાં બોરસદ તાલુકાના એક પટેલ યુવાન પર સ્ટોરમાં જીવલેણ હુમલો કરી લૂટારૂઓએ લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી અમેરિકામાં સમગ્ર ગુજરાતીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાથે લૂંટારીઓને ઝડપીમાં ઝડપી પકડી સજા મળે તે માટે માંગ ઉઠી છે.
ન્યૂયોર્ક સિટીમાં સ્ટોર ધરાવતા કિંશુક હરેશભાઈ પટેલ રાત્રિના સમયે સ્ટોર બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અશ્વેત લોકોએ તેમની દુકાનમાં આવીને લૂંટ મચાવી હતી. કિંશુક પટેલે તેમને બહાર નીકળી જવાનું કહેતા અશ્વેત લોકો ઉશ્કેરાટમાં આવી જઈને કિંશુકના માથા પર બોથડ પદાર્થના ફટકા માર્યાં હતા. કિંશુકને નીચે પડી જતો જોઈને હુમલોખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. કિશુંકના બે દિકરા પણ છે.
કિશુંક સમયસર ઘેર ન આવતા પરિવારને શંકા પડી હતી. કિશુંકના પિતાએ તેના મામાને આ વાતની જાણ કરી હતી જે પછી તેના મામા-મામી અને દિકરો સ્ટોર પર આવ્યાં હતા ત્યારે તેમણે કિંશુક બેભાન હાલતમાં સ્ટોરમાંથી મળી આવ્યો હતો. ગંભીર ઈજાને કારણે તેના માથમાંથી ખૂબ લોહી વહી ગયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે જ રસ્તા પર જ તેનું મૃત્યુ થયું હતું.
મહત્ત્વનું છે કે આ સમયે ગંભીર ઈજાઓથી કણસતા કિંશુક પટેલ પાસેનો મોબાઇલ પણ હત્યારા લૂંટારાઓ લઈ ગયા હોઈ, તે ઘરે સંપર્ક પણ કરી શક્યો નહોતો. કિંશુક સમયસર ઘરે ન આવતાં તેના પિતાએ મામાનો સંપર્ક કરતાં મામા અને માસીનો દીકરો બન્ને સ્ટોર પર જોવા ગયા ત્યારે કિંશુક પટેલ સ્ટોર રૂમમાં અસહ્ય પીડાથી કણસતો હતો. ગંભીર ઈજાને લઈ ખૂબ લોહી વહી ગયું હતું.
ન્યૂયોર્ક પોલીસે પણ ત્વરિતના ધોરણે આ ઘટના સંદર્ભે ગુનો નોંધી કાર્યવાહી તેજ કરી હતી.સ્ટોર અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાઓને ઝડપવા ટીમો કાર્યરત કરી દીધી હોવાના અહેવાલ છે. મહત્ત્વનું છે કે કિંશુક પટેલ 25 વર્ષની ઉંમરે અમેરિકા પહોંચ્યો હતો. સૂઝબૂઝ અને વ્યાવસાયિક સાહસિકતાને પરિણામે 9 વર્ષના ટૂંકા ગાળામાં તેણે પરિવાર સાથે મળી ત્રણ સ્ટોર ઊભા કર્યા છે. 2015માં ધર્મજની રુચિતા સાથે લગ્ન કર્યા હતા.
લગ્નજીવન દરમિયાન આજે તેમને બે દીકરા છે, જેમાં એકની ઉંમર 4 વર્ષ છે, જ્યારે બીજો દીકરો માત્ર 6 મહિનાનો છે. મૃતક કિંશુક હરેશભાઈ મણિભાઈ પટેલ પરિવારનો એકનો એક દીકરો હતો.