આજકાલ રાજ્યમાં એવા એવા કિસ્સાઓ સાંભળવા મળી રહ્યા છે. જેની સંભાળી આશ્વર્યચક્તિ થઇ જવાય છે. તેવો જ કિસ્સો એક સુરતના લિંબાયતમાં પરિણીતા સાથે સગી નણંદે ગંદી હરકતો કરવાનું બહાર આવ્યું છે. સાંભળીને ઝટકો લાગ્યોને.. અમને પણ લાગ્યો હતો. પરંતુ જ્યારે પરિણીતાએ ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર ઘટનાની હકીકત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આવી ફરિયાદ પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પરિણીતાની ફરિયાદ દાખલ કરાઈ લેવાઈ છે
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે લિંબાયત ખાતે મહિલાના લગ્ન એક વર્ષ અગાઉ ડુંભાલના એક યુવાન સાથે થયા હતા. પરણીતા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતમાં સાસરીયામાં બધું સમુસુતરું ચાલ્યું હતું, પણ થોડા સમ. બાદ સાસરિયાઓની અસલિયત સામે આવી હતી. થોડા દિવસો બાદ ઘરમાં પરણીતા એકલી હતી ત્યારે નણંદ તેની સાથે વિચિત્ર હરકતો કરવા લાગી હતી. પુરુષની જેમ ચુંબન કરી બાહુપાશમાં જકડી નણંદે શારીરિક છેડછાડ પણ કરી હતી. જોકે તે સમયે પરણીતાએ નણંદ મસ્તી કરી હોવાનું માની વાતને બહુ ગણકારી નહોતી.
પીડિતાએ પતિ સહિતના સાસરિયાઓને નણંદની આ હરકત અંગે વાત કરી હતી, તો સામે સાસરિયામાં મહિલાની વાત સાંભળવાના બદલે તેની સાથે ગાળાગાળી કરી ધાકધમકી આપી હતી. સાસરીયાઓએ ‘નણંદને અસરાત છે, એની ઉપર પુરુષ માણસ હાવી થાય છે’ એમ કહી આ વાત કોઈને પણ નહિ કરવા મહિલાને ધમકાવી હતી, સાથોસાથ તલાક આપી દેવાની પણ ધમકી આપી હતી. જેને પગલે નણંદે ફરીથી પરણીતા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.