આજરોજ ઉપલેટા ઈન્ડિયન મેડીકલ એસોસિયેશન દ્વારા લોકશાહી ઢબે ચૂંટાયેલી મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નાબૂદ કરીને બિનલોકશાહી અને સરકારી નિયુક્તિ વાળું નેશનલ મેડિકલ કમિશન (NMC) સરકાર દ્વારા લાવવા માટે પ્રયત્નશીલ છે. તેનો ડોક્ટરો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપલેટા ઈન્ડિયન મેડિકલ પ્રેસિડેન્ટના કહેવા પ્રમાણે જો નેશનલ મેડિકલ કમિશન બનશે તો પ્રજાને લાંબા ગાળે ખુબજ મોટું નુકસાન થશે.
જેમકે દર્દીઓની સારવાર ખૂબ મોંઘી થશે, મેડિકલ એજયુકેશન ફીમાં ખૂબ વધારો થશે, હાલમાં તથા ભવિષ્યમાં MBBS ના તમામ વિદ્યાર્થીઓને એક્ઝિટ ટેસ્ટ આપવો પડશે, આયુષ હોમીઓપેથીક અને આયુર્વેદીક યુનાની ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ મળશે આથી સારવારની ગુણવત્તા નીચી જશે, કોર્પોરેટ હોસ્પિટલને મોટો ફાયદો થશે. આ બધી જનહિતની લાગણીઓને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા NMC બિલનો વિરોધ કરી એક સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા તેમજ આસપાસના ડૉક્ટરો આ વિરોધ રેલીમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સખત વિરોધ નોંધાવ્યો હતો.