મિશન 2022 વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ હવે એકશન મોડમાં જોવા મળી રહી છે ગતરોજ ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલગાંધીએ કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો જુમો જુસ્સો ભર્યો છે અને કાર્યકરો ,નેતાઓને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાના કર્યુ છે ગતરોજ રાહુલગાંધીના સંમેલન હજારોની સંખ્યામાં જુદા-જુદા જિલ્લાઓમાંથી કાર્યકરો,હોદ્દેદારો ઉમટી પડ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવ્યુ છે આજે સવારથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે નેતાઓની બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે
રાહુલગાંધીએ આપેલા ચૂંટણીલક્ષી વચનો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે ગુજરાતના પ્રદેશ પ્રભારી રઘુશર્માની અધ્યક્ષતામાં બેઠક મળી છે જેમાં રાહુલગાંધી આપેલા 8 વચનોને લઇ કેવી રીતે જનતા વચ્ચે જવું લોકોમાં કોંગ્રેસ પત્યે વિશ્વાસ ઉભો કરવો કોંગ્રેસ તરફી વધુમાં વધુ મતદાન કરાવવું તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે તેમજ દેશમાં વધી રહેલી, મોઘવારી, બેરોજગારી, કાયદા વ્યવસ્થાની સ્થિતિ સહિતના મુદ્દાઓને લઇ જનતાની વચ્ચે જવુ કોંગ્રેસની સરકાર જે જે રાજ્યમાં છે અને ત્યાની જનતાને જે સુવિધામાં આપવામાં આવે છે તેવી સુવિધા ગુજરાતમાં પણ આપવા જણાવ્યુ છે જેમાં કોંગ્રેસ સિનિયર નેતાઓ સાથે મનોમંથન ચાલી રહ્યુ છે એકજુથ થઇ ચૂંટણી જીતવા ફોક્સ કરવાના પણ સૂચનો કરાયા છે.