ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદામાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાથેના સીધા સંવાદમાં વિદ્યાર્થીનીઓએ ધારાસભ્ય ને કોલેજ પાસે સરકારી બસ ઉભી નહીં રહેતા વિદ્યાર્થીઓ ને મુસાફરી માં મુશ્કેલીઓ પડતી હોવાની રજુઆત કરી હતી જેથી વિદ્યાર્થીઓ ની મુશ્કેલી સ્થળ ઉપર જ દૂર કરવા ધારાસભ્ય એ સામાન્ય મુસાફર ની જેમ બસ માં ટીકીટ લઈને મુસાફરી કરી હતી પરંતુ અન્ય કંડકટર હોવાથી તેણે બસ ઉભી રાખી હતી જેથી તપાસ કરતા ડ્યુટી ઉપર આવતો અન્ય કંડકટર કોલેજ પાસે બસ ઉભી રાખતો નહિ હોવાનું ખુલતા ધારાસભ્ય એ વિઝીટ કરતા એસટી તંત્ર દોડતું થઈ ગયું હતું જે અંગે સત્યડે ડોટકોમ અને અખબાર માં સમાચારો આવતા તેની જોરદાર ઈંપેક્ટ પડી હતી અને કોલેજ પાસે ફરજીયાત સ્ટોપ અપાતા વિદ્યાર્થીઓ ની મુશ્કેલીઓ નો કાયમી ધોરણે અંત આવ્યો હતો.
Monday, May 20