Valsad: વલસાડ શહેરમાં ધોમધખતા તાપમાં જનતાની સેવા કરનારા ટ્રાફિક પોલીસ કર્મીઓ, હોમ ગાર્ડસ અને ટીઆરબીના જવાનોને વલસાડ શહેરના સેવાભાવી પ્રજ્ઞેશ પાંડે તેમજ તેમના ધર્મ પત્ની અને લાયન્સ ક્લબ ઓફ ભીલાડ આરાધનાના સેક્રેટરી મેઘા પાંડે અને ડીસી લયાન્સ સોનલ દેસાઈ દ્વારા ઓઆરએસ ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું . હાલમાં ઉનાળાની આગ ઝરતી ગરમીમાં પણ લોકોને મુશ્કેલી ના પડે તે માટે ટ્રાફિક પોલીસ કર્મીઓ, હોમ ગાર્ડસ અને ટીઆરબી ના જવાનો આખો દિવસ ઉભા રહી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે એમનાં થકી જ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે છે.
આવા પોલીસ જવાનોને ગરમીના કારણે ડીહાઈડ્રેશન ન થાય અને એમનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે વલસાડના પ્રજ્ઞેશ પાંડે એમના ધર્મપત્ની મેઘા પાંડે અને સોનલ દેસાઈ દ્વારા 300 જેટલા ORS પેકેટનું આજ રોજ વિના મૂલ્યે વિતરણ કર્યું હતું એમની આ સેવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી આવી રહી છે . તેમની આ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સિટી પી.આઈ. ભાવિકભાઈ જીતિયા તેમજ પોલીસ જવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો…