પવિત્ર રમજાન માસમના 12 રોજા પૂરા થયા છે, આ વખતે મોટાભાગના રોજેદાર લોકડાઉનના લીધે પોત પોતાના ઘરમાં છે. પરંતુ સિવિલના કોવિડ-19ના વોર્ડમાં અલગ જ કહાણી છે. રોજેદાર યુવતીઓ કે જેઓ મેડિકલ લાઇનમાં હજી શરૂઆતી તબક્કમાં છે તેઓ અને અન્ય સ્ટાફ મોત અને દર્દી વચ્ચે જાણે દિવાલ બનીને અડીખમ ઊભા રહી જાય છે. વોર્ડમાં મોટાભાગની ડોકટર મુસ્લિમ યુવતીઓ છે.
બીજી તરફ ધોમધખતા તાપમાં 109 ના રોજેદારો પણ કોરોનાના દર્દીઓને ઘરથી હોસ્પિટલ લઇ જઈ રહ્યા છે. પાલિકાના સરવેમાં પણ રોજેદાર મહિલા તાપમાં ગલી-ગલી ફરીને કોવિડ પેશન્ટ શોધી રહી છે. તમામ એક સૂરમાં કહે છે કે રોજામાં કુદરતી રીતે સેવાકિય કાર્યમાં મન લાગે છે. હાલ બંદગી અને માનવ સેવા એમ બે પૂણ્ય થઈ રહ્યા છે જેની ખુશી છે.