ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના લઇ આજે અમદાવાદ નદી કિનારે આવેલા રિવરફન્ટ્ર ખાતે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુથ સંમેલન હાજર રહ્યા હતા જયાં મોટી સંખ્યામાં કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરથી રાજ્ય સ્તરના નેતાઓ, હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જયા પ્રદેશ પ્રભારીથી માંડી તમામ સંબોધન કરવા આવેલા નેતાઓ ભાજપ સરકારને આડેહાથ લીધા હતા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુશર્માએ જનસભા સંબોધતા જણાવ્યુ હતુ કે ભાજપ નેતાઓ અહીયા આવીને કહે છે દિલ્હીનો એન્જિન અહી આવીને ગુજરાત એન્જિન જે મદદ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે દિલ્હીના એન્જિનમાં જે ખરાબી આવી છે નફરતની રાજનિતી ભાજપનું હથિયાર બની ગયુ છે ED,CBI, તેમનો હથિયાર બની ગયા છે રાહુલ ગાંધીનો એક એક કાર્યકર્તા આ હથિયારોથી લડવા જાણે છે તેમણે દારૂબંધી પર સરકારને ઘેર્યુ હતો ગાંધીના ગુજરાતમાં દારૂ બેફામ વેચાઇ રહ્યો છે હોમ ડિલવરી થઇ રહી છે ડ્રગ્સ માફિયાઓનો આતંક પેપર લીક થવાની ઘટના રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે ગુજરાતમાં ભ્રષ્ટ્રાચાર ચરમસીમાએ છે એવા આજે કોંગ્રેસના એક કાર્યકર્તા કોંગ્રેસ તરફ મીટ માંડીને જોઇ રહી છે તેમણે 1960 બાદ ગુજરાતનું નિર્માણ થયુ ત્યારે કોંગ્રેસે કરેલી કામગીરી ગણાવી હતી જેમાં ડેમો, IIT ,IIM અમૂલ ડેરી બનાવી ઉધોગ ક્ષેત્ર સ્થાપાયા 27 વર્ષમાં મોઘવારી ખપ્પર પીસાતી જનતાને ઠગાઇની સિવાય બીજો કંઇ નથી મળ્યુ આ વખતે ગુજરાતમાં નિર્ણાયક ચૂંટણી થવાની છે.