PSI આરોપી ની તપાસ કરતા બુટલેગર નું એડ્રેસ મરતા psi સાકરીયા સહિત નો સ્ટાફ ગયો હતો સ્વરૂપગંજ.
દારૂ બંદી નો નાશ કરવા માટે છેલ્લા કેટલાક દિવસ થી રાજકોટ શહેર ના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ એ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ,સ્થાનિક પોલીસ અમલદારો ને આદેશ આપ્યો છે તેમજ રાજકોટ શહેર ની પોલીસ છેલ્લા કેટલાં દિવસ થી કેટલો યે રૂપિયાનો માલ અને બિઅર ના ટીન કેટલાં કબ્જે લેવામાં આવ્યા છે.કરોડો રૂપિયાની કિંમત નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.તેમજ ગણા આરોપી ઓ ને પોલીસ સ્ટેશન માં નાખવામાં આવ્યા છે. આ રીતે જ એક આરોપી દ્વારા રજેસ્થાન ના બુટલેગર નું એડ્રેસ મારતા ત્યાં પહોંચી હતી psi સહિત પોલીસ ની ટીમ અને પોલીસ પર થયો હતો હત્યા નો પ્રયાસ.
એક આઈસર ભરીને વિદેશી દારૂ પોલીસ એ રાજકોટ એરપોર્ટ પરથી જપડી પાડ્યો હતો. જે આઇસર ગત સોમવાર ના રોજ જૂનાગઢ જતું હતું અને જેમાં વિદેશી દારૂ હતો. આઇસર ના ચાલક ની પણ ધરપકડ કરી હતી તે ચાલક મૂળ હરિયાણા નો સુખવિંદર સિંઘ ઉર્ફે મનોજ મનોહર સિંઘ હતો. એને કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ પર પણ લેવામાં આવ્યો હતો. અને આ રિમાન્ડ ની માગણી કરતા કોર્ટ એ રિમાન્ડ ની મંજુરી પણ આપી હતી.તે રિમાન્ડ અનુસાર તપાસ માટે સુખવિંદરસિંઘ psi સાકરીયા ને આબુ રોડ અને હરિયાણા તરફ લઈ ગયો હતો.
તપાસ દરમિયાન psi સાકરીયા સહિત પોલીસ ની ટીમ બુટલેગર નુ એડ્રેસ મરતા આખી ટીમ સિરોહી ના સ્વરૂપવાન માં
પહોંચ્યા હતા.બુટલેગર ને આ ની જાણ થતા તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર ત્યારે બુટલેગર ના માણસો એ કાર ચડાવીને જાણ લેવાનો પ્રયાસ કર્યો હતો. એમાં બે કોન્સ્ટેબલ અને psi પર હુમલો કરવામા આવ્યો હતો.