સુરેન્દ્રનગરઃ વર્ષ 2018માં સુરેન્દ્રનગરના પાટડીના ઘામા ગામમાં ખેલાયેલા ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં સગી માતાએ જ પ્રેમી સાથે મળીને પોતાની સગીર પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી. આ કેસમાં ધ્રાંગધ્રા કોર્ટે બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આ દર્દનાક ઘટના બની હતી. ઘટનાની વાત કરીએ તો 40 વર્ષીય મહિલા કંકુબેન ખોડાભાઈ ઠાકોરે પોતાના પ્રેમીએ 36 વર્ષીય ઉમંગ લલિત ઠક્કર સાથે મળીને 17 વર્ષીય સોનલ ઠાકોરની હત્યા કરી હતી.
છોકરીને બહાર કોઇ બહાને મોક્લીને મહિલા પ્રેમીને ઘરમાં બોલાવી હવસનો ખેલ ખેલતા હતા. આ સમયે અચાનક દીકરી ઘેર આવી ચડી ત્યારે બંને કઢંગી હાલતમાં જોઈ ગઈ અને પિતાને વાત કહી દઈશ તેમ કહેતા દેકારો કર્યો હતો. જેના પગલે પ્રેમીએ છરીના સાત ઘા માર્યા અને માતાએ દીકરીને પકડી રાખી હતી દીકરી ઢળી પડી બાદ બને પ્રેમી બહાર ગયાં હતા.
લોકોને જાણ ન થાય તે માટે માતા મોડેથી પાછી ઘેરે ફરીને કોઇ દીકરી મારી ગયું તેવું જણાવી પોલીસ બોલાવી હતી. પોલીસને શંકા જતા કડક પૂછપરછ કરતાં માતા પડી ભાંગીને કબૂલાત કરી કે તેને અને પ્રેમી મલી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.
નાની ઉંમરના પ્રેમીના પ્રેમમાં આંધળી બનેલી માતાએ પોતાની સગીર પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી. માતાની ઉંમર 40 વર્ષ છે જ્યારે પ્રેમીની ઉંમર 36 વર્ષ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.