કોરોના વાઇરસના વિશ્વવ્યાપી કહેરને કારણે સમગ્ર દુનિયા ત્રસ્ત છે. ત્યારે ડાંગ જિલ્લામાં પાંચ જુન ના રોજ મળી આવેલા બે કોરોના COVID 19 ના લક્ષણ ધરાવતા પોઝેટીવ દર્દીઓ આજરોજ સંપૂર્ણ સાજા થઇ જતા આજરોજ રજા આપવામાં આવી હતી. ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગની ટીમ કોરોના સામે જંગ લડવા કટીબધ્ધ હતી. હનવતચૌંડ ગામ અને સુન્દા ગામના આ દર્દીઓના નજીકના સબંધી સહિત તમામ લોકોના કોવિડ ૧૯ ના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
જનરલ સિવિલ હોસ્પિટલ,આહવાના ઈ.ચા.સિવિલ સર્જન શ્રી ડો.રશ્મિકાંત કોંકણી એ જણાવ્યું હતું કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના બે પોઝેટીવ લક્ષણ ધરાવતા બે દર્દીઓ ને આહવા ખાતે જ COVID 19 આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે અગાઉ એપ્રિલ માસમાં ૩ દર્દી કોરોના પોઝેટીવ અળી આવ્યા હતા. તેઓની સારવાર ડાંગ જિલ્લામાં જ કરવામાં આવતા તેઓ સંપૂર્ણ સાજા થઇ ગયા હતા.ડાંગ જિલ્લો કોરોનામુક્ત બન્યાના એક મહિનામાં ગ્રામ્ય કક્ષામાં ખાસ કરીને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા હોવા છતા બે કેસો મળી આવતા ડાંગના જિલ્લામાં ભયનો માહોલ બની ગયો હતો. ગ્રામ્ય કક્ષામાંથી મળી આવેલ દર્દીઓ પૈકી એક ૧૯ વર્ષની સગર્ભા યુવતી હતી. તેમજ બીજા ૬૩ વર્ષની મહિલા હતી. આ બંને દર્દીઓને આહવાની જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ ૧૯ ના આઈસોલેશન હેઠળ સરકારશ્રીની ગાઇડલાઇન અનુસાર સંપૂર્ણ સારવાર આપવામાં આવી હતી. આજરોજ આ દર્દીઓ સંપૂર્ણ રીતે સાજા થતા ડાંગ જિલ્લો ફરી કોરોનામુક્ત થઇ ગયો છે.
ડાંગ જિલ્લામાં અગાઉ મળી આવેલ તમામ ૩ પોઝેટીવ કેસોને સ્થાનિક ડાંગ જિલ્લામાં જ આઇસોલેશન રૂમમાં દાખલ કરાયા હતા. આ ૩ કેસોના તમામ રીપોર્ટ નેગેટીવ આવતા ડાંગ જિલ્લો કોરોનામુક્ત બની ગયો છે. ૫ જૂન ના રોજ મળી આવેલા બે પોઝેટી કેસો પણ સંપૂર્ણ સાજા થઇ જતા આજરોજ બંને દર્દીઓને રજા આપવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં હવે પછી કોરોના વાઇરસને આવતો અટકાવવા તેમજ સંક્રમણ ન ફેલાય તેના ભાગરૂપે સરકારશ્રીના દિશાનિર્દેશ સાથે આગળ વધી ડાંગ જિલ્લો હંમેશા ગ્રીન ઝોન બની રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર ખૂબ જ સાવધાની સાથે કામગીરી કરી રહયું છે. જેના પરિણામે ડાંગ જિલ્લો ફરી કોરોનામુક્ત થઇ હંમેશા ગ્રીનઝોન બની રહેવા સજ્જ થઇ ગયો છે.