વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તોગડિયાએ ચંદ્રમણી હોસ્પિટલમાંથી બહાર આવતા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ક્રાઈમ બ્રાન્ચ પર દિલ્હીના ઈશારે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ક્રાઈમ બ્રાન્ચના જેસીસી સામે કાયદાકીય પગલા લેવાની પણ ચિમકી આપી છે. તોગડિયાએ આરોપ મુક્યો કે, જે.કે.ભટ્ટે દિલ્હીના પોલિટિકલ બોસના ઇશારે ષડયંત્ર કરી મારા દેશભક્ત કાર્યકરોને હેરાન કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
– નકલી વીડિયો બનાવી મને બદનામ કરવાનું કાવતરું
– જે.કે. ભટ્ટ મારી વિરુદ્ધ ષડયંત્ર ઘડી રહ્યાં છે
– મને ગુજરાત પોલીસ પર ગર્વ છે
– મારી પર લાંછન લાગે એવા પ્રયાસ ક્રાઇમ બ્રાન્ચ અને જે.કે. ભટ્ટ દ્વારા થઇ રહ્યાં છે.
-રાજસ્થાન પોલીસે મારી સામેનો કેસ રદ કર્યો છે.
– સંજય જોશીની સેક્સ સીડી કોણે બનાવી હતી? તે મને ખબર છે. સમય આવશે ત્યારે જાહેર કરીશ
– મોદી સરકારના ઇશારે કામ કરે છે ક્રાઇમ બ્રાન્ચ
– સંજય જોશીની સીડી બનાવી હતી તેણે મારો વીડિયો બનાવ્યો
– જે.કે.ભટ્ટની ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ ડિટેઇલ સાર્વજનિક કરી પ્રાઇમ મિનિસ્ટર સાથે તેમની વાત થઇ છે તો સ્પષ્ટ કરાય.
– મારો આરોપ છે કે, જે.કે.ભટ્ટે દિલ્હીના પોલિટિકલ બોસના ઇશારે ષડયંત્ર કરી મારા દેશભક્ત કાર્યકરોને હેરાન કરવાના પ્રયાસો શરૂ કર્યા છે
– હું ક્રાઇમ બ્રાન્ચ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જઇ રહ્યો છું
– જે.કે ભટ્ટ દિલ્હીના બોસના ઇશારે કાયદો હાથમાં લઇ રહ્યા છે