Bharuch: આજરોજ તારીખ 05.05.2024 ના રવિવાર ના દિવસે હજ કમિટી મારફતે હજ માં જનારા હાજી ભાઈ બહેનો ને વેક્સિન મૂકવાના કેમ્પનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ કમિટી મારફતે જનારા આશરે 465 તથા પ્રાઇવેટ ટૂર મારફતે જનારા હાજીઓનું રસીકરણ સફળતા પૂર્વક જિલ્લા આરોગ્ય તથા સિવિલ હોસ્પિટલની ટીમની મદદ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ આયોજિત કરનાર ભરૂચ જિલ્લાના તમામ FT તથા AFT જેવા કે ઇસ્તિયાક પઠાણ, અલ્તાફ ભોલા, અનીસ પટેલ, જુબેર શૈખજીમાસ્તર, ઇનામુલ પટેલ, ઈલ્યાસ શૈખ અને બીજા સભ્યો તથા ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિયેશના તમામ સભ્યો હાજર રહી ખૂબ સારી કામગીરી કરી હતી.