Valsad: વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર મતદાન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મતદાન પૂર્વેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2006 જેટલા મતદાન મથકો પર આવતીકાલે મતદાન કરવામાં આવનાર છે. તમામ ઈવીએમ-વીવીપીએટ સહિતની ચૂંટણી સામાગ્રી પોલીંગ બૂથ પર રવાના કરવામાં આવી છે. મતદાન મથકો પર 10 હજાર કરતાં વધુ પોલીંગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે, સાથો સાથ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ખાસ કરીને 680 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર CCTV કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. 18.48 લાખ મતદારો આવતીકાલે પોતાના મતના અધિકારનો ઉપયોગ કરશે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવનાર છે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓક, જિલ્લા પોલીસવાળા ડૉ. કરણરાજ વાઘેલા અને સમગ્ર તંત્ર દ્વારા બાઈ આવા બાઈ હાઈ સ્કૂલના ગ્રાઉન્ડ પર થી લગભગ 2006 evm મશીન 7,000 થી વધુ પોલીસ સ્ટાફ અને જરૂરી સ્ટાફ અને મતદાન માટેની જરૂરી સામગ્રીઓનું વલસાડ વિધાનસભાના તમામ બુથો માટે ડિસ્પેચ ખૂબ જ સમયસર અને પદ્ધતિસર શરૂ થઈ ગયું છે.
વધુને વધુ સંખ્યામાં લોકો મતદાન કરવા માટે તેવા પ્રકારની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે સાથો સાથે મતદાન મથકોમાં કાળઝાળ ગરમીમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ દ્વારા પણ મતદારો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.