Weather : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચેતવણી જારી કરી છે કે એપ્રિલથી મે દરમિયાન ગુજરાતના મધ્ય અને ઉત્તરીય ભાગોમાં 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ થવાની સંભાવના છે. તીવ્ર ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને 22મી અને 26મી માર્ચની વચ્ચે વાવાઝોડાની અપેક્ષા છે. ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ ફરી વળશે.
ગિરનારમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. એપ્રિલ અને મેમાં આકરી ગરમી આવવાની ધારણા છે. લોકોને આ સમય દરમિયાન ઠંડા અને પૌષ્ટિક પીણાં પીવાની સલાહ આપવામાં આવે છે.