રાજ્યમાં તાજેતરમાં જ કોવીડ 19 સામે રાજ્ય સરકારટ દ્વારા સરકારી પ્રાઈવેટ હોસ્પિટલમાં સુસજ્જતાને લઈને શું તૈયારી છે તેનું નિરીક્ષણ કરાયું હતું. મોકડ્રીલના અંતે કેટલાક આંકડાઓ ડૉક્ટર્સ તેમજ હોસ્પિટલમાં સાધન સામગ્રીની વ્યવસ્થાને લઈને સામે આવ્યા છે. જેમાં કેટલીક વિગતો સામે આવી હતી. રાજ્યના તમામ હોસ્પિટલોમાં 21 હજારથી વધુ એલોપેથીક ડૉક્ટર્સ અને આયુષ ડૉક્ટર્સ ઉપલબ્ધ છે.
4720 આયુષ ડોકટર્સ, 37789 નર્સિગ સ્ટાફ તથા 89964 અધર ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ
રાજ્યમાં કુલ 16363 એલોપેથીક ડોકટર્સ અને 4720 આયુષ ડોકટર્સ, 37789 નર્સિગ સ્ટાફ તથા 89964 અધર ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ કે જેમાં આશા, આંગણવાડી કાર્યકરો, એ.એન.એમ., વિલેજ ફંકશનરી સામેલ છે. તેમજ રાજ્યમાં કુલ1370 BLS Ambulance, 357 ALS Ambulance સુચારુરૂપે કાર્યરત છે. જ્યારે રાજ્યમાં કુલ 7,35,000 જેટલી RTPCR Kit તથા 15,15,545 જેટલી રેપીડ એન્ટીજન ટેસ્ટ કીટ ઉપલબ્ધ છે. સમગ્ર રાજયમાં અલગ-અલગ હોસ્પિટલો ખાતે કુલ 2.30થી વધુ ટેસ્ટ પ્રતિ દિન થઇ શકે છે તેમ આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું હતું.
37777 અલગ-અલગ સાઇઝના ઓકસીજન સીલેન્ડર્સ
રાજ્યમાં કોવીડ-૧૯ની પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી ગાઇડલાઇન મુજબની તમામ દવાઓ, પી.પી.ઇ.કીટસ, N95 માસ્ક તથા અલગ-અલગ હોસ્પિટલ ખાતે 10493 વેન્ટીલેટર્સ, 10326 નેબ્યુલાઇઝર્સ, 13614ઓકસીજન કોન્સન્ટેટર્સ તથા 37777 અલગ-અલગ સાઇઝના ઓકસીજન સીલેન્ડર્સ, 502 PSA પ્લાન્ટ (ખાનગી હોસ્પિટલના પ્લાન્ટ સાથે) ઉપલબ્ધ છે તથા 397 લીકવીડ મેડીકલ ઓકસીજન ટેન્ક (LMO Tank) કાર્યરત છે. રાજયમાં 8149 સંસ્થાઓ ખાતે ટેલીમેડીસીનની ફેસીલીટી પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
મોકડ્રીલ સંપૂર્ણ કામગિરી પૂર્ણ થયા બાદ મળેલ માહિતી અનુસાર રાજ્યમાં કુલ 95687 પથારીની ઉપલબ્ધિ છે, જે પૈકી 33 હજારથી વધુ ઓક્સિજન સપોર્ટેડ પથારી તથા 8 હજારથી વધુ આઇ.સી.યુ. પથારીની સગવડ તથા સમગ્ર રાજ્યમાં 6 હજારથી વધુ વેન્ટીલેટર સપોર્ટવાળા બેડ ઉપલબ્ધ છે. તેમ વિગતો પ્રાપ્ત થઈ હતી.