વાળનુ સફેદ થવાનુ કારણઃ
– અસંતુલિત ભોજન અને ભોજનાં વિટામીન બી, આર્યન, કોપર અને આયોડિનની ઉણપના કારણે વાળ સફેદ થઇ શકે છે.
– માનસિક તણાવ, ચિંતાના કારણે પણ વાળ સફેદ થઇ શકે છે.
– વાળની બરાબર સફાઇ ન થવાથી પણ આ સમસ્યા ઉત્પન્ન થાય છે.
– કેમિકલ્સ વાળા શેમ્પુ, સાબુ અને તેલનો ઉપયોગ કરવાથી પણ વાળ સફેદ થવાની સમસ્યા થઇ શકે છે.
– સરખી ઉંઘ ન થવાથી પણ વાળ સફેદ થવાની સમસ્યા થઇ છે.
વાળ સફેદ થતા રોકવા માટે ઉપચારઃ
– સૌથી પહેલા સંતુલિત ભોજન, ફળ, સલાડ, અને કઠોળને ભોજનમાં ઉમરેવુ જોઇએ.
– ગાજર, પાલક અને આંબળાનો રસ પીવો જોઇએ.
– કાળા તલ અને સોયાબીનનુ દુધ પીવુ જોઇએ
– સફેદ વાળ થતા અટકાવવા માટે બદામ અને અખરોટનુ સેવન વધુ માત્રામાં કરવુ જોઇએ
– ગાયનુ ઘી ખાવાથી વાળ સફેદ થતા અટકાવી શકાય છે.