અરુણાચલ પ્રદેશમાં સત્તાધારી પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA) દ્વારા સસ્પેન્ડ કરાયા બાદ પેમા ખાંડૂ સહિત પીપીએના 33 વિધાયકો ભાજપમાં જોડાઈ ગયા હતા ,ભાજપ પાસે હાલ 11 વિધાયકો છે. આ સ્થિતિમાં વિધાયકોના સામેલ થવા પર એક અપક્ષના સમર્થનમાં રાજ્યની 60 સભ્યોની વિધાનસભામાં પાર્ટીના કુલ 44 વિધાયકો થઈ ગયા છે. જે બહુમત કરતા વધારે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પણ ટ્વિટ કરીને કહ્યું કે અરુણાચલમાં હવે ભાજપની સરકાર બનશે,આ બાજુ પેમા ખાંડૂએ પત્રકાર પરિસદમાં પોતાના આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે નોટિસ વગર જ વિધાયકોને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી PPAએ જે રીતે વિધાયકોને દગો કર્યો છે તેનાથી પાર્ટીના બે તૃતિયાંશથી વધુ વિધાયકોએ ભાજપમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
આમ, અરુણાચલ માં ભગવો લહેરાવા જઇ રહ્યો છે,ત્યારે ભાજપ છાવણી માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.