કેનેડાના ક્વિબેક શહેરમાં એક હુમલાખોરે કેટલાક લોકો પર ચાકુથી હુમલો કર્યો છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. હુમલાખોર મધ્યયુગીન યોદ્ધાઓના ડ્રેસમાં હતો. હુમલા બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.
શંકાસ્પદ હુમલાખોરની હાલ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે તે વ્યક્તિની ઉંમર લગભગ 20 વર્ષની છે. સ્થાનિક સમય પ્રમાણે મોડી રાત્રે એક વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે દેશમાં હેલોવીન ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે હુમલાખોરે મધ્યયુગીન ડ્રેસ પહેર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો ઐતિહાસિક જૂના ક્વિબેક વિસ્તારમાં પાર્લામેન્ટ હિલની આસપાસ થયો હતો. આ ઘટનાનો પહેલો અહેવાલ સ્થાનિક સમય મુજબ રાત્રે 10.30 વાગ્યા પહેલાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, પાંચેય ઘાયલોને
સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે. ક્વિબેક સિટીના પ્રવક્તાએ કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને જણાવ્યું હતું કે શંકાસ્પદ હુમલાખોર ની ઉંમર લગભગ 20 વર્ષની છે. ડોયાનએ પુષ્ટિ કરી હતી કે બે લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા.
જોકે, હુમલા પાછળનું મૂળ કારણ હજુ સુધી
જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ફ્રાન્સમાં અનેક સ્થળોએ ચોકિંગકરવાની ઘટનાઓ બની છે. દુનિયાભરમાં વિરોધનો અવાજ આવી રહ્યો છે.