મોબાઈલ ફોન સર્વિસ ક્ષેત્રે ટેલીકોમ કંપનીઓની ઉંઘ હરામ કરી દેનાર રિલાયન્સના જીયો સર્વિસે વધુ એક મોટો ધડાકો કરી નવા વર્ષની ગિફ્ટ સ્વરૂપે જીયો સિમ ધારકોને મફત સેવાનો લાભ આપવા ૩૧ માર્ચ સુધી મુદ્દત વધારી દીધી છે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કરેલી જાહેરાતમાં જણાવ્યું છે એક તમામ જીયો સિમ ધારકોને તા. ૧ જાન્યુઆરીથી હેપ્પી ન્યુ યર ઓફરનો લાભ મળશે. જે મુજબ તા. ૩૧મી માર્ચ સુધી તેઓ ફ્રી ડેટા વપરાશ કરી શકશે. તેઓએ ઉમેર્યું હતું કે જીયો ઉપર સંપૂર્ણ પણે નંબર પોર્તોબિલીતિ સર્વિસ એક્ટીવ થઇ ગઈ છે. જે મુજબ અન્ય ટેલીકોમ સર્વિસીઝ ના વપરાશ કરતો એજ નંબર યથાવત રાખીને જીયોનો વપરાશ કરી શકે છે. હવે ઘર બેઠા સીમ મળી જશે અને માત્ર પાંચ મિનીટમાં જ એક્ટીવ થઇ જશે. તા. ૩૧મી ડીસેમ્બર સુધીમાં ભારતના ૧૦૦ શહેરોમાં આ સુવિધા મળતી થઇ જશે. હાલમાં જીયોના ૫.૨૦ કરોડ ગ્રાહકો મફત સુવિધાનો લાભ લઇ રહ્યા છે. અને અન્ય કંપનીઓ કરતા સૌથી વધુ સ્પીડથી નેટની મફત સેવા ઉપલબ્ધ બનાવી છે.
જીયો માટે ગ્રાહકો કેન્દ્ર સ્થાને છે. અને ગ્રાહકોને સૌથી વધુ સુવિધા અને સર્વિસ મળશે તોજ તેઓ જીયો સાથે રેહશે અને તેઓના વિશ્વાસ માટે કંપની પ્રયાસ કરી રહ્યું છે