અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટેના વિઝા નિયમો કડક થવાની આશંકા સેવાઈ રહી છે. જોકે અમેરિકા પહેલા ન્યુઝીલેન્ડે પોતાના વિઝા નિયમોને કડક કરી દીધા છે. તેમજ છેલ્લા પાંચ મહિના દરમિયાન ગત વર્ષની સરખામણીમાં ૫૦ ટકા જ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ન્યુઝીલેન્ડ દ્વારા વિઝા અપાયા છે.
એક રીતેન્યુઝીલેન્ડે આ પ્રકારનો નિર્ણય કરીને ભારતીય વિદ્યાર્થીઓને વિઝા ન આપવાની પોતાની નીતિને આગળ ધપાવી છે. ચાલુ વર્ષે જુલાઈથી લઈને ઓક્ટોબર સુધીન્યુઝીલેન્ડે કુલ ૩૧૦૨ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કુલ ૬૪૬૨ વિદ્યાર્થીઓને વિઝા અપાયા હતા. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વખતે માત્ર ૪૮ ટકા વિદ્યાર્થીઓને જ વિઝા અપાયા છે. ન્યુઝિલેન્ડના સરકારી પ્રસારક રેડીયો ન્યુઝીલેન્ડ પર કરાયેલ જાહેરાત મુજબ વિઝા આપવાના પ્રમાણમાં થયેલ ઘટાડો એ ભારતીય વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમો કડક કરવાના કારણે થયો છે.ન્યુઝીલેન્ડનુ કહેવુ છે કે, આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે ભારતથી આવતા મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાની સાથે ખર્ચ માટે કોઈ રકમ લઈને આવતા નથી. તેમજ તેઓનુ અંગ્રેજી પણ ખૂબ નબળુ હોય છે.
૧૬મી ખાનગી તૃતીય સંસ્થાનુ પ્રતિનિધિત્વ કરતા ઓકલેન્ડ ઈન્ટરનેશનલ ગ્રુપનુ કહેવુ છે કે સરકારે વિઝામાં વધુ પડતી છુટ આપી રાખી હતી. જેના કારણેન્યુઝીલેન્ડમાં બહારથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં તીવ્ર ગતિએ વધારો થયો છે. ખાસ કરીને ભારતથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યા તીવ્ર ગતિએ વધી છે. જેને ધ્યાનમાં રાખી વિઝા નિયમ કડક કરવામાં આવ્યા છે. જેથી કરીને હવે યોગ્ય લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને જ વિઝા આપવામાં આવે છે.