મુંબઈથી ગોવા જતાં લક્ઝૂરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. તેની અટકાયત કરવામાં આવી છે અને NCBની ટીમે તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.
આર્યન ખાનના લેન્સના ડબ્બામાંથી ડ્રગ્સ મળ્યું
‘ABP’ના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, NCBના સૂત્રોના મતે આર્યન ખાનના લેન્સની ડબ્બીમાંથી ડ્રગ્સ મળ્યું છે. આ કેસમાં એક્ટરના દીકરાનું નિવેદન લેવામાં આવશે.
ક્રૂઝમાંથી શું શું મળ્યું?
NCBને ક્રૂઝમાંથી 30 ગ્રામ ચરસ, 20 ગ્રામ કોકેન, 25 ગ્રામ MDMA ડ્રગ્સની ટેબલેટ્સ તથા 10 ગ્રામ MD મળ્યું છે.
આ આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે
1. મુનમુન ધમેચા 2. નુપૂર સારિકા 3. ઈસમીત સિંહ 4. મોહક જસવાલ 5. વિક્રાંત છોકર 6. ગોમિત ચોપરા 7. આર્યન ખાન 8. અરબાઝ મર્ચન્ટ
NCBના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આર્યન ખાનની પૂછપરછની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં આર્યન ખાન પણ સામેલ છે. વાનખેડેએ એમ પણ કહ્યું હતું કે અત્યાર સુધી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી નથી.
આર્યને શું કહ્યું?
આર્યને પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના નામે પાર્ટીમાં લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. વધુમાં આર્યને કહ્યું હતું કે તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. તેને ગેસ્ટ તરીકે પાર્ટીમાં બોલાવ્યો હતો.
ક્રૂઝની અંદર ચાલતી પાર્ટીનો વીડિયો પણ NCBને મળ્યો છે અને આ વીડિયોમાં આર્યન ખાન જોવા મળે છે. આર્યને વ્હાઇટ ટી શર્ટ, બ્લૂ જીન્સ, રેડ ઓપન શર્ટ તથા કેપ પહેરી હતી. સૂત્રોના મતે, લોકો પાસેથી પેપર રોલ મળ્યા છે.
આર્યનનો ફોન જપ્ત
NCBએ આર્યનનો ફોન જપ્ત કરી લીધો છે. ફોનમાંથી ચેટ્સ શોધવામાં આવશે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે. તે તમામના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.
બે વકીલો NCBની ઓફિસમાં
શાહરુખ ખાને દીકરાને બચાવવા માટે 2 વકીલો NCBની ઓફિસ મોકલ્યા છે. હાલમાં બંને વકીલો ઓફિસમાં છે.
ત્રણ યુવતીઓની પણ અટકાયત
દિલ્હીથી આવેલી ત્રણ યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ ત્રણેય યુવતીઓ દિલ્હીના બિઝનેસમેનની દીકરીઓ છે. આ તમામની પૂછપરછ થઈ રહી છે.
ડ્રગ્સ પાર્ટીમાં RTPCR કોડવર્ડનો ઉપયોગ થતો હતો
NCBએ કહ્યું હતું કે પાર્ટીમાં એન્ટ્રી માટે કોરોના ટેસ્ટિંગ સાથે જોડાયેલા ટેસ્ટ RTPCRનો કોડવર્ડ તરીકે ઉપયોગ થતો હતો.
સુનીલ શેટ્ટીએ નિવેદન આપ્યું
સુનીલ શેટ્ટીએ ડ્રગ્સ પાર્ટી કેસ પર નિવેદન આપ્યું છે. એક્ટરે કહ્યું હતું કે જ્યારે પણ દરોડા પડે છે ત્યારે અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવે છે. આપણે પહેલેથી જ એવું માનીને ચાલીએ છીએ કે કોઈ પણ બાળકે ડ્રગ્સ લીધું જ હશે. હજી તપાસ ચાલુ છે. તે બાળકને થોડો સમય તો આપો.
દિલ્હી હેડ ક્વાર્ટરથી આ આખા કેસ પર નજર રાખવામાં આવી રહી છે. NCBના અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં કાયદાકીય તપાસ ચાલુ છે અને આ કેસમાં જે પણ જોડાયેલા છે, તે તમામ વિરુદ્ધ ફરિયાદ થશે.