મોદી સરનેમ સંબંધિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે.
મોદી સરનેમ કેસની સમયરેખા:
લોકસભા ચૂંટણી 2019 પહેલા, 13 એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ પર નિવેદન આપ્યું હતું. સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધીને ઇન્ડિયન પીનલ કોડ (IPC) કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019ના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ પછી 24 માર્ચે રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી હતી. 25 માર્ચે રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. 27 માર્ચે સરકારી બંગલો છોડવાની નોટિસ મળી. 22 એપ્રિલે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો હતો. સુરત સેશન્સ કોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ તેમને રાહત મળી ન હતી. આ પછી, હાઈકોર્ટમાં તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અપીલ કરવામાં આવી હતી.