વિદેશમાં કથિત રીતે ગેરકાયદે સંપત્તિ રાખવાના મામલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી. નવી દિલ્હીની કોર્ટે કેટલાક દિવસ પૂર્વે તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો.
વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી પણ સફેદ ટોયોટા લેન્ડક્રુઝર કારમાં રોબર્ટ વાડ્રાની સાથે મધ્ય દિલ્હીના જામનદર હાઉસ ખાતે આવેલી EDની ઓફીસે બાહરના દરવાજા સુધી તેમની સાથે હતા. EDની કાર્યવાહીને લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય રીતે કોંગ્રેસના વિરોધમાં જોવામાં આવી રહી છે. ભાજપ આ મુદ્દાનો મહત્તમ લાભ લેવાના પ્રયાસમાં લાગી ગયો છે. યુપીમાં પ્રભારી તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યા રોબર્ટ વાડ્રાના કેસને કોંગ્રેસે બદલાની રાજનીતિના ભાગરૂપે ગણાવી હતી.
EDની કાર્યવાહી અંગે પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે તેઓ મારા પતિ છે અને મારો પરિવાર છે અને હું મારા પરિવાર સાથે છું. EDની ઓફીસ સુધી પતિને મૂકવા જવાના પગલા અંગે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે બધાને ખબર છે કે આ શા માટે કરવામાં આવી રહ્યું છે.
આવું પ્રથમ વખત બની રહ્યું છે કે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઈ વાડ્રાને શંકાસ્પદ નાણાકીય લેતી-દેતી અંગે કોઈ તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડ્યું છે. મીડિયાની ગીર્દીને ચીરીને વાડ્રા અંદાજે પોણા ચાર વાગ્યે EDની ઓફીસમાં દાખલ થયા હતા. વકીલોનો કાફલો પહેલેથી જ ત્યાં હાજર હતો. પૂછપરછ માટે રવાના થતાં પહેલા વાડ્રા રજિસ્ટર્ડમાં સહી કરી હતી. વાડ્રાએ વિદેશ સંપત્તિ સંબંધિત આરોપોનો ઈન્કાર કર્યો અને કહ્યું કે રાજકીય ફાયદો હાંસલ કરવા માટે મને હેરાન કરવામાં આવી રહ્યો છે.
અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે વાડ્રાએ લંડનમાં અસ્થાયી સંપત્તિ અને તેના નાણાકીય વ્યવહારને લઈ EDના ત્રણ અધિકારીઓની પેનલે લગભગ એક ડર્ઝન સવાલો કર્યા હતા અને તેમનું નિવેદન એન્ટી મની લોન્ડરીંગ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યું હતું. દિલ્હીની કોર્ટે વાડ્રાને તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો. વાડ્રાએ આગોતરા જામીન માટે કોર્ટનું શરણું લીધું હતું. કોર્ટે વાડ્રાને લંડનથી પરત ફર્યા બાદ બુધવારે ED સમક્ષ હાજર થવાનું જણાવ્યું હતું.
બુધવારે હાજર થયા બાદ વાડ્રાની આજે પણ બે કલાક પુછપરછ કરવામાં આવી હતી. આ મામલો લંનનાં 12 બ્રાયનસ્ટન સ્કવેરમાં 19 લાખ પાઉન્ડની સંપત્તિ ખરીદવાનો છે જેની ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે આ સંપત્તિ રોબર્ટ વાડ્રાની છે.