નવી દિલ્લી : આજે નોટબંધી નો 39 મો દિવસ છે પ્રજા સુધી પૈસા પોંહચાડવા માં સરકાર હજુ સુધી નાકામ રહી છે.પ્રજા હજુ ત્રાહિમામ છે અને લોકોને માત્ર 2000 સુધી ની રકમ પણ દૈનિક રૂપે મળતી નથી સરકાર દ્વારા જયારે કોઈ પણ નિવેદન કે વટ હુકમ બહાર પાડવામાં આવે છે તો ભારત ની જનતા માં માત્ર એક જ સવાલ હોય છે કે શું કોઈ પણ કાયદો સામાન્ય પ્રજા માટે જ હોય છે? આ સવાલ સ્વાભાવિક છે આજે ફરી આ વાત ને પુરવાર કરે તેવો જ નિવેદન સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેમાં કોઈ પણ રાજકીય પક્ષ પોતાના પૈસા ખાતા માં જમા કરાવે તો તેમાં કોઈ પણ જાતનો ટેક્સ લગાડવા માં આવે નહિ એક તરફ દરરોજ કફોડી હાલત માં જીવતા ખેડૂતો ને માત્ર અમુક જ રકમ જમા કરાવા પર ઓળખ પત્ર ની માંગણી કરનાર એજ સરકાર જે દર ચૂંટણી માં કરોડો નો વેડફાટ કરે છે તેવા નેતા પર કોઈ ટેક્સ નહિ લગાવે સામાન્ય માણસ ને માત્ર 2 લાખ ઉપરની રાશિ નો હિસાબ આપવો પડશે શું ખરેખર કોઈપણ કાયદો માત્ર સામાન્ય જનતા ની માટે જ હોય છે ?
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.