આજના કારોબારમાં બેન્કિંગ શેરોની ચાંદી હતી. આ સિવાય એફએમસીજી અને મીડિયા શેરોમાં પણ ઉછાળો આવ્યો હતો.
શેરબજારમાં ચોથા દિવસે પણ તેજીનો દોર જારી રહ્યો હતો. મંગળવારે શેરબજાર ફરી એકવાર ઊંચા સ્તર પર બંધ થયું. મંગળવારના કારોબારના અંતે BSE સેન્સેક્સ 122 પોઈન્ટ વધીને 62,969ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 35 પોઈન્ટના ઉછાળા સાથે 18,633 પર બંધ થયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ શેરોની ચાંદી હતી. આ સિવાય એફએમસીજી અને મીડિયા શેરોમાં પણ ઉછાળો આવ્યો હતો. આ પહેલા સોમવારે સેન્સેક્સ 344 પોઈન્ટ વધીને 62,846 પર બંધ થયો હતો.