સાઉદી અરબની સૌથી મોટી તેલની કંપની અરામકોના બે તેલ કંપની પર થયેલા ડ્રોન હુમલામા સાઉદી અરબના તેલ ઉત્પાદનને વધુ ખરાબ રીતે અસર થઇ છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના ન્યૂઝ અનુસાર, ત્યાં તેલ ઉત્પાદનમા દરરોજના હિસાબે 50 લાખ બેરલની અછત આવી શકે છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમા તેલની કિંમતોમા પ્રચંડ વૃદ્ધિ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરબની એક પ્રેસ એજન્સીએ ઉર્જા મંત્રી શહજાદા અબ્દુલઅજીજના સૂત્રોના આધારે જણાવ્યુ હતુ કે, અરામકોની કંપની પર થયેલા ડ્રોન હુમલાના કારણે બંને વિસ્તારો જેમકે, અબ્કેક અને ખુરેસમા હાલ પુરતુ તેલનુ ઉત્પાદન રોકવામા આવ્યુ છે.
આ સિવાય હુમલા થયા બાદ તરત જ સાઉદી અરબમા પણ તેલની સપ્લાય પર ઘણી અસર થઇ છે જેનાથી સાઉદીની અંદર તેલની કિંમતોમા વધારો જોવા મળી રહ્યો છે.
સાઉદી અરબની બહાર મધ્ય પૂર્વના કેટલાય દેશોમા તેલની કિંમતોમા વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.