રાજ્યમાં કંપનીઓમાં અવાર-નવાર આગ લગાવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. વધુ એક વાર ગાંધીનગર કલોલ સઇજ ખાતે GIDCમાં આવેલી બિચ કિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવાર સુમારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી આગની દુર્ધટના લઇ GIDCમાં ભારે અફરા-તફરી મચી હતી આગ એટલી ભીષણ હતી દુર-દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા આં ગાંધીનગર ફાયરવિભાગ દ્ઘારા મેજર કોલ જાહેર કરાતા ઘટનાસ્થળે 12થી વધું ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે કંપનીમાં રાખેલા સોલવન્ટ બેરલના કારણે આગ વધુ વિકરાળ બની હતી જેને પગલે ફાયરબ્રિગ્રેડને રોબોટ અને JCBના મદદ લઇ કાબૂ મેળવાના પ્રત્યન હાથધર્યા હતા ધટના પગલે નાગપાલિકાના અધિકારી,મામલતદાર,TDO સહિતના લોકો દોડી આવ્યા હતા આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે જો કે કંપની શ્રમિકોની સમયસૂચકતાના કારણે નિયમિત સ્થળે ખસી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી વિકરાળ આગને લઇ ભારે નુકશાન થયા હોવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
Sunday, May 19