ફેબ્રુઆરી તા.4 : છેલ્લા ઘણા સમય થી જેના પર લોકો ની નજર હતી તે દિવા આવી ગયો છે.આજે પંજાબ અને ગોવા માં ચૂંટણી ની શરૂઆત ઘણી જોરશોર થી શરૂ થઇ છે ભાજપ માટે નોટબંધી પછી આ પેહલી વિધાન સભા ચૂંટણી છે,આજે ભાજપ અને કોંગ્રેસ પંજાબ અને ગોવા માં બે-બે હાથ કરવાના છે.પંજાબ માં સવાર થી 8 વાગ્યા થી વોટિંગ શરૂઆત થઇ ગઈ છે જયારે ગોવા માં સવારે 7 વાગ્યા થી ચૂંટણી નો પ્રારંભ થઇ ગયો છે.
જયારે આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી ક્ષેત્ર માં પેહલી વખત છે કે તે મેદાન માં છે.અને ભાજપ અને કોંગ્રેસ ના સમીકરણો ને ખરાબ કરે તેની પુરી તૈયારી માં છે.
ગોવા : રક્ષા મંત્રી મનોહર પારિકરે વોટિંગ કર્યું.
- ગોવા માં રક્ષા મંત્રી મનોહર પારિકરે પણ મતદાન કર્યું છે.સાથે તેમને વોટિંગ પછી દાવો કર્યો છે કે ” પાછળ સમય માં વોટિંગ ના આંકડા પર નજર નાખવામાં આવે તો તે સમયે 84 ટકા મતદાન થયું હતું જયારે આ વખતે આશા છે કે તેના કરતા પણ વધુ વોટિંગ અને બહુમતી મળશે “
મનોહર પરિકર ની સાથે પ્રદેશ ના મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પર્શેકરે પણ મતદાન કર્યું હતું.
જો બંને રાજ્યો પર નજર કરવામાં આવે તો ભાજપ ગઠબંધન વળી સરકાર નો દબદબો છે.જયારે આ વખતે પણ ભાજપ એ પૂરું જોર નાખ્યું છે કે ફરી પેહલા જેટલા પ્રમાણ માં જ બહુમતી મળે.
પંજાબ માં શિરમોણિ,ભાજપ અને અકાલી દળ સતત ત્રીજી વખત પોતાની સરકાર બનાવની તૈયારી માં છે.જયારે બીજી તરફ ગોવા માં ફરી વખત ભાજપ ને બહુમતી મળે તેની પુરી તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવી છે.પરંતુ આ વખતે ભાજપ માટે પેહેલા ની ચૂંટણી માં મળેલી બહુમતી આ વખતે પણ મળે તેની કોઈ ચોક્કાસ પુષ્ટિ નથી કેમકે પ્રદેશ ની ગોમાંતક પાર્ટી ભાજપ સાથે ચૂંટણી ના આત્રે જ છેડો ફાડી ને શિવ સેના ના સાથે જોડાઈ ગઈ છે.
- ગોવા માં દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે તેમની પાર્ટી ગોવા માં એક ઇતિહાસ રચશે અને તેમને ગોવા ની પ્રજા પાસે માંગણી કરી છે કે તેમનો કિંમતી મત ઈમાનદાર લોકો એટલે તેમની પાર્ટી ને આપે.
ગોવા માં મતદારો ને આકર્ષવા માટે નવતર પ્રયોગ ટોલ બુથ ને ગુલાબી કલર તેમજ ફૂગા સાથે શણગારવા માં આવ્યું.
ગોવા માં આ સમયે પેહલી વખત ચૂંટણી માટે ટોલ બુથ ને ગુલાબી કલર થી શણગારવામાં આવ્યું છે સાથે જે પણ મહિલા મત આપે તેને ગુલાબી રંગ નું ટેડી બિયર પણ આપવામાં આવી રહ્યું છે.ટોલ બુથ પર દરેક વસ્તુ ને ગુલાબી કલર થી ઢાંકવામાં આવી છે.ચૂંટણી અધિકારી પણ આજે ગુલાબી કલર ના કપડાં સાથે તેમની ફરજ બજાવી રહ્યા છે.