2024ની લોકસભા ચૂંટણી પહેલા લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા મહિલા અનામત લાગુ કરવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે આ નોટિસ જારી કરી છે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા જયા ઠાકુરે દાખલ કરેલી અરજીમાં તેમણે 2024ની લોકસભા ચૂંટણી પહેલા અનામત લાગુ કરવાના આદેશની માંગણી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકન પછી નારી શક્તિ વંદન એક્ટ 2023 લાગુ કરવાની જોગવાઈ દૂર કરવામાં આવે અને આ કાયદો 2024ની લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરીને તેની સાચી ભાવનાથી અમલમાં મુકવામાં આવે.
તાજેતરમાં જ સંસદે મહિલા અનામતને લઈને કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં સીમાંકન બાદ મહિલા અનામતનો અમલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો સીમાંકન પછી આરક્ષણ લાગુ કરવામાં આવશે, તો તે 2024 પછી લાગુ થશે. જયા ઠાકુરે આ જોગવાઈને પડકારી છે.