દિલ્હીમાં પિતરાઇ ભાઇનો હવસનો શિકાર બનેલી આઠ મહિનાની માસુમ બાળકી હોસ્પિટલમાં જીંદગી અને મોત વચ્ચે લડી રહી છે. આ માસુમ બાળકીનો ઇલાજ કલાવતી હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. ડોકટરોએ જણાવ્યુ છે કે બાળકીનું ૩ કલાકથી વધુ સમય ઓપરેશન ચાલ્યુ હતુુ છતાં માસુમની જીંદગી ખતરામાં છે. દિલ્હીની સકુર બસ્તી વિસ્તારમાં આઠ મહિનાની બાળકી ઉપર રેપની ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં પોલીસે બાળકીના ર૮ વર્ષના પિતરાઇની ધરપકડ કરી છે. બાળકીની માતા જયારે રવિવારે રાત્રે કામેથી ઘરે પાછી ફરી ત્યારે તેણીને જાણ થઇ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકી હાલ વેન્ટીલેટર ઉપર છે. બાળકીના પિતા મજુરી કરે છે માતા ઘરકામ કરવા બહાર જાય છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે બાળકીની માતા પોતાના સગાઓના ભરોસે છોડી કામે ગઇ હતી. તેના પિતા પણ બાદમાં કામે ચાલ્યા ગયા હતા. મોડી સાંજે બાળકીની માતા પાછી ફરી તો બાળકી રડતી હતી અને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહેતુ હતુ. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીની માતા આરોપીની માતા પાસે તેને છોડીને કામે ગઇ હતી. આરોપીએ તેની સાથે રમવાના બહાને અગાસીએ લઇ ગયો હતો અને ત્યાં બાળકી ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીએ તેનુ મોઢુ ડાબી રાખ્યુ હતુ કે જેથી તેના રડવાનો અવાજ ન આવે. ગુનો આચર્યા બાદ તે ભાગી ગયો હતો પરંતુ પોલીસે બાદમાં તેની ધરપકડ કરી છે. પોલીસે કહ્યુ છે કે આરોપી અપરિણિત છે અને તેની સામે આઇપીસીની કલમો અને પોકસો એકટ હેઠળ સુભાષ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. પોલીસના કહેવા મુજબ આરોપીએ દારૂના નશામાં બાળકી ઉપર બળાત્કાર કર્યો હતો. બાળકીની હાલત નાજુક હોવાનુ જાણવા મળે છે. બાળકીને જોવા પહોંચેલી દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલીવાલે જણાવ્યુ છે કે, બાળકીની હાલત અત્યંત ગંભીર છે. રેપ જેવી ઘટનાઓ દિલ્હીમાં અટકવાનું નામ જ નથી લેતી. અમે ઇચ્છીએ છીએ કે, રેપના મામલામાં છ મહિનાની અંદર દોષિતોને સજા મળવી જોઇએ ઉપરાંત રેપ અંગેના કાયદા વધુ કડક બનાવવા જોઇએ. તાજેતરમાં સંબંધોને શરમમાં મુકનારી એક ઘટના યુપીના ફરૂખાબાદમાં પણ સામે આવી હતી. અહી એક ૧૪ વર્ષની છોકરી ઉપર તેના પિતા અને દાદા રેપ કરતા હતા. આ બારામાં દાદાની ધરપકડ થઇ છે. પીડિતાની ઉંમર ૧૪ વર્ષની છે. પિતા છેલ્લા બે વર્ષથી પુત્રીનું યૌનશોષણ કરતો હતો. પિતાએ જયારે પોતાની નાની પુત્રીને પણ હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો તો બંને બહેનો ભાગીને નાનાના ઘરે ચાલી ગઇ હતી. બાદમાં તેઓએ આરોપી પિતા-પુત્રી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ પણ લોકોને હલબલાવી નાખ્યા હતા.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.