કામેથી પાછી આવેલી માએ જ્યારે પોતાની 8 મહિનાની દીકરીને જોઇ તો તેના હોશ ઉડી ગયા. બાળકી લોહીથી લથપત હતી અને પીડાથી કણસી રહી હતી. માસૂમની સાથે રેપના કેસમાં બાળકીના પીતરાઇ ભાઇની ધરપકડ કરવામાંં આવી છે. મંગળવારે કલાવતી સરન હોસ્પિટલમાં બાળકીના મા અને પિતા આરોપીને સજા અપાવવા માટેની માંગ કરતા જોવા મળ્યા. દિલ્હી મહિલા આયોગ અને બાળ કલ્યાણ આયોગની ટીમ પણ હોસ્પિટલ પહોંચી અને બાળકીની સ્થિતિ જાણી. બાળકીના માતા-પિતા સાથે ટીમે વાત કરી. મહિલા આયોગે બેઠક પણ કરી, આજે આ મામલામાં આયોગ કોઇ પગલુ ઉઠાવશે.
દિલ્હી મહિલા આયોગના ચીફ જય હિંદે ફરી કહ્યુ કે રેપના દોષિઓને ફાંસી આપવી જોઇએ સ્વાતિએ કહ્યુ કે તેઓ શોકમાં છે કે કઇ રીતે બાળકીના અવાજને કાને ધરવામાં ન આવ્યો. તેમણે કહ્યુ કે 8 મહિનાની બાળકીની 3 કલાક સર્જરી ચાલી. તેના પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓ થઇ હતી. બાળકી લાઇફ સપોર્ટ પર છે. સ્વાતિએ કહ્યુ કે આ મામલા માટે આયોગ પાછલા બે વર્ષની માંગ કરી રહ્યુ છે કે રેપિસ્ટને 6 મહિનાની અંદર ફાંસી આપી દેવામાં આવે.